શોધખોળ કરો
જ્યારે બાઇડન શપથ લેતા હશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કરશે આ કામ, વર્ષો જૂની તૂટશે પરંપરા
આજે જો બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. આ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરતા હશે તેની અકટળો શરૂ થઇ ગઇ છે. રિપોર્ટ દ્રારા મળતી માહિતી મુજબ ટ્રમ્પનો આ સમયે ફ્લોરિડામાં એક વિશેષ કાર્યક્રમ યોજાશે. શું છે અટકળો જાણીએ ...

અમેરિકા:ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના શપથ સમારોહમાં હાજર રહેવોનો ઇન્કાર કરી દીધો છે. ત્યારે એક રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ સમારોહના 3થી4 કલાક પહેલા વ્હાઇટ હાઉસ છોડશે અને તે ફ્લોરિડા જવા રવાના થશે. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર અહીં ટ્રમ્પના સમર્થકોની વચ્ચે તેમના વિદાય સમારંભનું આયોજન કરાયું છે. રિપોર્ટ્સ પ્રમાણે, ટ્રમ્પને સાંજે 6.30 વાગ્યે જોઇન્ટ બેઝ એન્ડ્ર્યુઝમાં વિદાય આપવામાં આવશે. ટ્રમ્પના વિદાય સમારંભમાં કોણ ઉપસ્થિત રહેશે તેની યાદી જાહેર કરાઇ નથી. જૂની પરંપરા તૂટશે અમેરિકામાં જ્યારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શપથ લે છે ત્યારે નવા રાષ્ટ્રપતિને જુના રાષ્ટ્રપતિ મળે અને સત્તા હસ્તારણની પ્રક્રિયા થાય છે. ઓબોમાએ પણ શપથ વિધિ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પરિવારની મુલાકાત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિને તોપ દ્રારા સલામી અપાઇને વિદાય અપાઇ છે. જો કે આ વર્ષે ટ્રમ્પને પરંપરાગત રીતે વિદાય નહીં મળે.
વધુ વાંચો





















