શોધખોળ કરો
Advertisement
લૉકડાઉન ખોલવા અંગે દુનિયાના દેશોને WHOએ શું આપી સલાહ, જાણો વિગતે
કોરોના વાયરસના લીધે લગાવવામાં આવેલા પ્રતિબંધો અને લૉકડાઉનને હટાવવુ ઠીક નથી, કેમકે કેસ હજુ પણ સામે આવી રહ્યાં છે, જો પ્રતિબંધ હટ્યો તો મોટા પ્રમાણમાં વાયરસ ફેલાશે
નવી દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાનો પ્રકોપ હજુ પણ ઓછો નથી થઇ રહ્યો છે, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, સાથે સાથે મરનારાઓની સંખ્યામાં પણ વધારો દેખાઇ રહ્યો છે. દુનિયાભરના મોટાભાગના દેશોમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે, આને લઇને હવે WHOએ મોટી ચેતાવણી આપી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી ડાયરેક્ટર ડૉ. માઇકલ જે રિયાને બુધવારે કહ્યું કે કોરોના વાયરસ એચઆઇવી સંક્રમણની જેમ દુનિયામાં હંમેશા માટે રહેવાનો છે. બની શકે કે તે ક્યારેય ખતમ ના થાય. તેમને કહ્યું કોરોના વાયરસના લીધે લગાવવામાં આવેલા પ્રતિબંધો અને લૉકડાઉનને હટાવવુ ઠીક નથી, કેમકે કેસ હજુ પણ સામે આવી રહ્યાં છે, જો પ્રતિબંધ હટ્યો તો મોટા પ્રમાણમાં વાયરસ ફેલાશે.
WHOના અધિકારીએ કહ્યું કે, જો તમે દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યાને ન્યૂનત્તમ સ્તર સુધી પહોંચાડી શકો છો, અને વાયરસને પોતાની કૉમ્યુનિટીથી બહાર કરી શકો છો, તો જ તમારે લૉકડાઉન ખોલવુ જોઇએ. પરંતુ હાલની સ્થિતિમાં લૉકડાઉન ખોલવાથી વાયરસ ઝડપથી ફેલાઇ શકે છે.
કોવિડ-19ની વેક્સીનને લઈને તેમણે કહ્યું, ‘અમારો ટાર્ગેટ આ વાયરસને ખત્મ કરવાનો છે, પરંતુ તેના માટે વેક્સીન બનાવવી પડશે, જે ખૂબ જ પ્રભાવશાળી હશે. તેને આપણે બધાને સાથે મળીને બનાવવાની છે અને તેનો ઉપયોગ બધાએ કરવાનો છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement