શોધખોળ કરો
Advertisement
Coronavirus: દુનિયાભરમાં અત્યાર સુધીમાં 40 લાખ લોકો સંક્રમિત, બે લાખ 76 હજારના મોત
દુનિયાના 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 96,927 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં 5,533નો વધારો થયો છે.
Coronavirus: દુનિયાભરમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દુનિયાના 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 96,927 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં 5,533નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 40 લાખ 10 હજાર 571 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 2 લાખ 75 હજાર 959 લોકોના મોત થયા છે. જ્યારે 13 લાખ 82 હજાર 333 લોકો સ્વસ્થ થયા છે. દુનિયાના આશરે 73 ટકા કોરોનાના કેસ માત્ર 10 દેશોમાંથી આવ્યા છે. આ દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આશરે 29 લાખ છે.
દુનિયાભરના કુલ કેસમાંથી આશરે ત્રીજા ભાગના કેસ અમેરિકામાં સામે આવ્યા છે. સૌથી વધુ મોત પણ અમેરિકામાં થયા છે. અમેરિકા બાદ સ્પેન કોવિડ-19થી બીજો સૌથી પ્રભાવિત દેશ છે. અહીં 26299 લોકોના મોત થયા છે. કુલ 260117 લોકો સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. મોતના મામલે યૂકે બીજા અને ઈટલી ત્રીજા નંબર પર છે. ઈટલીમાં અત્યાર સુધીમાં 30201 મોત થયા છે, જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા 217185 છે. ત્યારબાદ રશિયા, ફ્રાન્સ,જર્મની, ટર્કી,ઈરાન,ચીન, બ્રાઝીલ,કેનેડા જેવા દેશ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
અમેરિકા: કેસ- 1,321,666, મોત- 78,599
સ્પેન: કેસ- 260,117, મોત- 26,299
ઈટલી: કેસ- 217,185, મોત- 30,201
યૂકે: કેસ- 211,364, મોત- 31,241
રશિયા: કેસ- 187,859, મોત- 1,723
ફ્રાન્સ: કેસ- 176,079, મોત- 26,230
જર્મની: કેસ- 170,588, મોત- 7,510
બ્રાઝીલ: કેસ- 145,892, મોત- 9,992
ટર્કી: કેસ- 135,569, મોત- 3,689
ઈરાન: કેસ- 104,691, મોત- 6,541
ચીન: કેસ- 82,886, મોત- 4,633
10 દેશમાં એક લાખથી વધુ કેસ
જર્મની,રશિયા,બ્રાઝીલ સહિત દસ દેશ એવા છે, જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. આ દસ દેશોમાં કુલ 29 લાખ 31 હજાર કેસ છે. અમેરિકા સિવાય રશિયા અને બ્રાઝીલમાં પણ કોરોના ઝડપથી વધી રહ્યો છે. પાંચ દેશ એવા છે જ્યા (અમેરિકા,સ્પેન,ઈટલી ફ્રાન્સ અને બ્રિટન)માં 25 હજારથી વધુના મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો 79 હજારની નજીક પહોંચ્યો છે. ચીન ટોપ10 સંક્રમિત દેશોની યાદીમાંથી બહાર નિકળી ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement