પૂજનિય આધ્યાત્મિક ગુરૂ, સમાજ સુધારક અને દાર્શનિક પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો આજે (19 ઓક્ટોબર 1920)માં મહારાષ્ટ્રના રોહા મુકામે જન્મ થયો હતો થયો હતો. આજના દિવસને મનુષ્ય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
2/7
સ્વાસ્થ્ય પરિવારના પ્રણેતા પાંડુરંગ1954માં જાપાનના શીમ્ત્સુમાં ‘બીજા વિશ્વ ધર્મ સંમેલન’માં ભાગ લેવાનો તેમને અવસર મળ્યો. તેમાં તેમને વૈદિક જ્ઞાન અને જીવન દર્શનના મહત્વ પણ વ્યાખ્યાન આપીને સૌને પ્રભાવિત કર્યાં હતા.
3/7
1956માં પાંડુરંગ શાસ્ત્રીજીએ એક વિદ્યાલયની સ્થાપના કરી. જેનું નામ ‘તત્વ જ્ઞાન વિદ્યાપીઠ’ નામ આપ્યું. આ વિદ્યાલયમાં તેમને ભારતના આદિકાલીન જ્ઞાન તથા પશ્ચિમના જ્ઞાનની સમજ સાથે તે બંનેના સમન્વયનો પણ ખ્યાલ આપ્યો. તેઓ સતત યાત્રા કરતાં અને અનેક લોકો સાથે જનસંપર્ક કરતા.
4/7
પાંડુરંગ દાદાના આ સ્વાધ્યાય આંદોલનમાં સમાજ સુધારણા મુખ્ય ઉદેશ હતો. સ્વાધ્યાયના પ્રભાવમાં અનેક લોકોએ મદ્યપાન છોડ્યું, જુગાર રમવો બંધ કર્યો, ઘર-પરિવારોમાં સ્ત્રીઓ સામેની હિંસા ઘટી. નાના-મોટા અપરાધો સાથે સંકળાયેલાં અનેક લોકો દાદાની સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાઈને સત્કર્મ અને સત્પ્રવૃતિ તરફ વળ્યાં,
5/7
પાંડુરંગ શાસ્ત્રીએ ઘરે-ધરે માનવ સહજ સંવેદન જગાડવા માટે અને સામાજિક દુષણોને દૂર કરવા માટે ભક્તિફેરી અને ભાવફેરી પ્રકલ્પ શરૂ કર્યો હતો. જેના દ્રારા સ્વાધ્યાયી ઘરે ઘરે ફરીને દાદાજીનો સંદેશ આપીને સામાજિક સુધારણાના કાર્યને વેગ આપતા અને આજે પણ આ અભિયાન અવિરત ચાલુ છે
6/7
દાદાજીએ તેમના દિવ્ય ચિંતન અને જ્ઞાનથી એક સમાજિક અને આધ્યાત્મિક ચેતના જગાડવાનું કાર્ય કર્યું હતું. જેના કારણે તેમને ‘પદ્મવિભૂષણ’થી નવાજિત કરવામાં આવ્યા હતા.
7/7
આ સાથે પાંડુરંગ શાસ્ત્રીજીને નોબલ પારિતોષિકને સમકક્ષ ટેમ્પલટન એવોર્ડ, મેગ્સેસે એવોર્ડ, ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ એવોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટ ઇન લિટરેચરની પદવી એનાયત કરવામાં આવી હતી.