શોધખોળ કરો
નવી લોન્ચ થયેલી Hyundai Venue Faceliftના ફિચર્સનો રિવ્યુ, જાણો નવા મોડલમાં શું નવું ઉમેરાયું
વેન્યુ ફેસલીફ્ટ
1/8

હ્યુન્ડાઈની વેન્યુ કાર પહેલા દિવસથી જ ધમાકેદાર હિટ રહી છે અને આ કારના અગાઉના વર્ઝનમાં પણ હાલના દિવસો સુધી લાંબુ વેઇટિંગ લિસ્ટ રહ્યું છે. આટલી લોકપ્રિયતા સાથે, હ્યુન્ડાઈ તેની કોર સ્ટ્રેન્થને જાળવી રાખવા માંગતી હતી પરંતુ નવી ટેક્નોલોજી અને સુવિધાઓ પણ ઉમેરવા માંગતી હતી. હવે વેન્યુના 2022 અપડેટ કરેલ મોડલ માટે, હ્યુન્ડાઈએ એ જ કર્યું છે. તો અમે સબકોમ્પેક્ટ SUVમાં શું બદલાયું છે તે તમને જણાવવા અમારો રિવ્યું આપી રહ્યા છીએ.
2/8

વેન્યુ 2022ના મોડલ ઉપર તમે તમારી નજર ફેરવો ત્યારે તરત જ દેખાય એવા અપડેટ્સમાંનું એક છે. એટલે કે ફેસલિફ્ટેડ વેન્યુ હવે ઘણું વધારે એગ્રેસિવ લાગે છે કારણ કે તેમાં નવો લૂક 'પેરામેટ્રિક' ગ્રિલ છે જે આગામી ટક્સન પર પણ જોવા મળે છે. આ નવી ગ્રિલ ઘણી મોટી છે અને તે DRL સાથે જોડાયેલ છે જ્યારે રસ્તા પર તે ખૂબ ધ્યાન ખેંચે છે. નીચલું બમ્પર પણ નવું અને શાર્પર છે. નવા દેખાવ માટે 16-ઇંચ વ્હીલ્સ સિવાય કોઈ મોટા ફેરફારો નથી, જ્યારે બીજા મોટા ફેરફાર પાછળની લાઇટ બાર છે જે ટેલ-લેમ્પ્સને જોડે છે. ડ્યુઅલટોન કલરનો વિકલ્પ અને વિવિધ સિંગલ ટોન શેડ્સ પણ સ્પાર્ક ઉમેરે છે. નવી વેન્યુ હવે લુકમાં ચઢિયાતી બની છે.
Published at : 23 Jun 2022 03:53 PM (IST)
આગળ જુઓ




















