શોધખોળ કરો
બહુ જલ્દી ભારતમાં એન્ટ્રી કરશે આ પાંચ દમદાર લક્ઝરી કારો, જાણો કેટલી હશે કિંમત.....
luxury_cars
1/5

નવી દિલ્હીઃ દેશમાં લક્ઝરી કારોના શોખીનોની સંખ્યા સતત વધી રહી છે, આ જ કારણ છે કે દુનિયાભરની તમામ કંપનીઓની નજર ભારતીય માર્કેટમાં પર છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી એકદમ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. આ વર્ષે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રી પાટા પર આવી રહી છે. આજે તમને એવી કેટલીક લક્ઝરી કારો વિશે બતાવી રહ્યાં છીએ જે બહુ જલ્દી ભારતમાં લૉન્ચ કરવામાં આવશે.
2/5

Mercedes Benz S Class 2021- દેશમા મર્સિડિઝ કાર સૌથી વધુ પસંદ કરવામાં આવનારી કારોમાં સામેલ છે. આની શાનદાર ડિઝાઇન, દમદાર એન્જિન અને બેસ્ટ ઇન્ટીરિયર લોકોને આકર્ષિત કરે છે. કંપનીની Benz S Class 2021 એક સુપર લક્ઝરી કાર છે, જે આ મહિનાના અંત સુધી લૉન્ચ કવરામાં આવી શકે છે. આ કારમાં કેટલાય એડવાન્સ ફિચર્સ છે. આની કિંમત 1.50 થી 2.50 કરોડ રૂપિયાનુ અનુમાન છે.
3/5

Aston Martin DBS Superleggera- એસ્ટન માર્ટિંન એક બ્રિટિશ કંપની છે, જે સ્પોર્ટ્સ કારોનુ નિર્માણ કરે છે. દુનિયાભરમાં આની કારો ધૂમ મચાવી રહી છે. એસ્ટન માર્ટિનની DBS Superleggera કાર આ વર્ષ જૂનમાં ભારતમાં લૉન્ચ થઇ શકે છે. સ્ટાઇલિશ ડિઝાઇન અને બેસ્ટ એન્જિન વાળી આ કારની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા હોવાનુ અનુમાન છે. આ કાર સ્પીડના મામલામાં બેસ્ટ હશે.
4/5

BMW M3- જર્મન કાર નિર્માતા કંનપી બીએમડબલ્યૂ પણ પોતાની કેટલીક કારોને ભારતીય માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. આ વર્ષ જૂનમાં BMW M3 કાર દેશમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. દમદાર એન્જિન, બેસ્ટ ડિઝાઇન અને જબરદસ્ત સ્પીડ વાળી આ કારની કિંમત લગભગ 65 લાખ રૂપિયા હોવાનુ અનુમાન છે.
5/5

Land Rover Range Rover Sport 5.0 SVR- લેન્ડ રૉવર પણ પોતાની કેટલીક કારોને ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીની સુપર લક્ઝરી કાર Range Rover Sport 5.0 SVR ડિસેમ્બર સુધી ભારતમાં એન્ટ્રી કરી શકે છે. આ લક્ઝરી કારમાં 4999 CCનુ દમદાર એન્જિન આપવામાં આવી છે. આ કાર 5 સીટર હશે. બેસ્ટ સેફ્ટી ફિચર વાળી આ કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયાનુ અનુમાન છે.
Published at : 19 Apr 2021 01:45 PM (IST)
આગળ જુઓ





















