શોધખોળ કરો
Toyota Rumion: ટોયોટાએ લોન્ચ કરી સૌથી સસ્તી 7-સીટર કાર, 26km એવરેજ, કિંમત જાણીને ચોંકી જશો
Toyota Rumion: ટોયોટાએ લોન્ચ કરી સૌથી સસ્તી 7-સીટર કાર, 26km એવરેજ, કિંમત જાણીને ચોંકી જશો
તસવીર- toyotabharat.com
1/9

ટોયોટા કિર્લોસ્કર મોટર્સે આજે ભારતીય બજારમાં પોતાની સૌથી સસ્તી 7-સીટર કાર Toyota Rumionને લોન્ચ કરી છે. આ કાર મારુતિ સુઝુકીની પ્રખ્યાત MPV મારુતિ અર્ટિગા પર આધારિત છે, જેમાં ટોયોટાએ કેટલાક કોસ્મેટિક બદલાવ કર્યા છે. આ કારને કુલ 3 વેરિઅન્ટ અને 6 ટ્રિમ્સમાં રજૂ કરવામાં આવી છે, જેમાં CNG વિકલ્પ પણ ઉપલબ્ધ છે. Toyota Rumionની કિંમત 10.29 લાખ રૂપિયાથી 11.24 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે.
2/9

Toyota Rumion કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તી 7-સીટર કાર છે અને મોટા પરિવારો માટે ખૂબ જ યોગ્ય છે. તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ ગયું છે, જેને ગ્રાહકો 11,000 રૂપિયાની ટોકન રકમથી બુક કરાવી શકે છે. તેના CNG વેરિઅન્ટની કિંમત રૂ. 11.24 લાખથી શરૂ થાય છે. જે અંગે કંપનીનો દાવો છે કે આ કાર 26 કિમી/કિલો સુધીની માઈલેજ આપે છે.
Published at : 28 Aug 2023 04:54 PM (IST)
આગળ જુઓ




















