મુંબઇઃ પ્રેમની કોઇ ઉંમર નથી હોતી, આ વાત બૉલીવુડના કેટલાય સ્ટાર્સ પર ખરી ઉતરે છે. કેમકે બૉલીવુડમાં કેટલાક સ્ટાર્સ એવા છે જેઓએ પ્રેમમાં પાગલ બનીને પોતાનાથી નાની ઉંમરની હીરોઇનો સાથે લગ્ન કરી લીધા છે. આ તમામ લોકોની લવ સ્ટૉરી પણ ગજબની છે. જુઓ કોણ કોણ છે તે હીરો....
2/5
કમલ હાસન અને સારિકા- સ્ટાર એક્ટર કમલ હાસને વર્ષ 1988માં તેની પ્રેમિકા સારિકા સાથે લગ્ન કરી લીધા, બન્નેની જબરદસ્ત લવ સ્ટૉરી ચાલી હતી. લગ્ન વખતે સારિકા પ્રેગનન્ટ હતી, અને બાદમાં તેને શ્રૂતિ હાસનને જન્મ આપ્યો હતો. કમલ હાસનથી સારિકા 6 વર્ષ નાની છે.
3/5
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા- એકસમયે આ બન્નેની લવ સ્ટૉરી ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ હતી. બન્ને પ્રેમી પંખીડાઓએ 1973માં લગ્ન કરી લીધા હતા. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા વચ્ચે ઉંમરમાં 16 વર્ષનુ અંતર છે.
4/5
સૈફ અલી ખાન અને કરીના કપૂર- આ બૉલીવુડની સૌથી હૉટ કપલ છે, સૈફ અલી ખાન અને કરીના કપૂર પ્રેમમાં પાગલ બનીને એકબીજાના થઇ ગયા, બન્ને વચ્ચેની ઉંમરમાં 10 વર્ષનો ડિફરન્સ છે. ખાસ વાત છે કે કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે.
5/5
સંજય દત્ત અને માન્યતા દત્ત- બૉલીવુડ એક્ટર સંજય દત્ત અને માન્યતા વચ્ચે 20 વર્ષની એજ ગેપ છે, સંજય દત્તે આ પહેલા રિયા પિલ્લાઇને તલાક આપી દીધા હતા. માન્યતા સંજય દત્તના ખરાબ સમયમાં ખુબ કામ આવી હતી.