જયદેવ ઉનડકટની ક્રિકેટર કેરિયરની વાત કરીએ, તો તે ટી20નો સૌથી ઘાતક બૉલરમાનો એક છે. તેને 146 ટી20 મેચોમાં 178 વિકેટ ઝડપી છે. ભારત તરફથી તેને 10 ટી20 રમી છે અને 14 વિકેટ ઝડપી છે. (તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
2/8
જયદેવ ઉનડકટ અને રિની કંટારીયાના લગ્ન ગુજરાતના આણંદ શહેર આવેલા મધુબેન રિસોર્ટમાં થયા હતા. સૌરાષ્ટ્રના ક્રિકેટરની લગ્નની તસવીરો તેને ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જયદેવના લગ્નમાં નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. (તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
3/8
(તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
4/8
જયદેવ ઉનડકટની પત્ની રિની કંટારીયા વકીલ છે. બન્નેની સગાઇ ગયા વર્ષે જ એટલે કે 15 માર્ચ 2020ના દિવસે થઇ હતી. જયદેન અને રિની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, સગાઇના બે દિવસ પહેલા જ જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રને રણજી ટ્રૉફી ચેમ્પિયન બનાવ્યો હતો. (તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
5/8
જયદેવ ઉનડકટ આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી પણ છે. તે હાલ રાજસ્થાન રૉયલ્સ તરફથી રમી રહ્યો છે. લગ્ન થયા બાદ ઉનડકટ માટે સારા સમાચાર એ આવ્યા કે તેને આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સે ફરી એકવાર રિટેન કરી લીધો છે. (તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
6/8
(તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
7/8
ઝહીર ખાન બાદ જયદેવ ઉનડકટને ભારતીય ક્રિકેટનો સૌથી ધાતક ડાબોરી બૉલર માનવામાં આવે છે, જોકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેને બહુ ઓછો મોકો મળી રહ્યો છે. (તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
8/8
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટે પોતાની ફિયાન્સ સાથે લગ્ન કરી લીધા છે. જયદેવ ઉનડકટ પોતાની મંગેતર રિની કંટારીયા સાથે સાથે લગ્નગ્રંથ્રીથી જોડાઇ ગયો છે. ક્રિકેટરના લગ્નની ખાસ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)