શોધખોળ કરો
Surat : ભાજપના ક્યા નેતાની કારમાં દારૂની હેરફેર થતી પોલીસે પકડી ? જાણો કેટલાનો દારૂ પકડાયો ?
1/4

સુરતના અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કાર પર ભારતીય જનતા પાર્ટી લખેલું છે. અડાજણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર અડાજણ પોલીસ સ્ટેશનના જમાદાર સમીર નટવરલાલને માહિતી મળી હતી કે પાલનપુર નહેર પર રોયલ ટાઈટેનીયમ બિલ્ડિંગની નીચે એક મર્સિડીઝ કારમાં દારૂ છે.
2/4

પોલીસે સ્થળ પર જઈને કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 48 બાટલીઓ મળી આવી હતી. તેની કિંમત 28800 રૂપિયા થાય છે.પોલીસે કાર સાથે આરોપી રાકેશ હીરાભાઈ ચૌહાણ ને ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂ અને 15 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી. કાર પર ભારતીય જનતા પાર્ટી લખ્યું હતું. આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યો હતો. તેથી પોલીસે રાકેશ અને ભરત વિરુદ્ધ ગુનો દાખલ કરીને ભરતને વાન્ટેડ બતાવ્યો છે. આ કાર રાકેશના મિત્ર ચિરાગ સોનાલીયાની છે.
Published at :
આગળ જુઓ





















