શોધખોળ કરો
Government Jobs: ઈન્ડિયન બેન્કમાં નોકરીની ગોલ્ડન તક, ગ્રેજ્યુએટ્સ કરી શકશે અરજી
સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે બેન્કમાં નોકરી મેળવવાની ગોલ્ડન તક છે. ઇન્ડિયન બેન્કે 1500 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે બેન્કમાં નોકરી મેળવવાની ગોલ્ડન તક છે. ઇન્ડિયન બેન્કે 1500 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ indianbank.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જો તમારી પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો.
2/5

આ પોસ્ટ માટે અરજી કરનારાઓની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. અનામત શ્રેણીઓને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. આ પોસ્ટ પર પસંદગી માટે પહેલા ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. આ પછી Local Language Proficiency Test પણ પાસ કરવી પડશે.
3/5

જનરલ / ઓબીસી / ઇડબ્લ્યુએસ 80૦૦ રૂપિયા જ્યારે એસસી / એસટી / દિવ્યાંગજન: 175 રૂપિયા રહેશે. ઓનલાઈન પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હશે. મહત્તમ ગુણ 100 નક્કી કરવામાં આવ્યા છે.
4/5

પરીક્ષામાં રીઝનિંગ એબિલિટીમાંથી 15 પ્રશ્નો (15 ગુણ), કોમ્પ્યુટર નોલેજમાંથી 10 પ્રશ્નો (10 ગુણ), અંગ્રેજી ભાષામાંથી 25 પ્રશ્નો (25 ગુણ), ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડમાંથી 25 પ્રશ્નો (25 ગુણ) અને જનરલ અવેરનેસ (ખાસ કરીને બેંકિંગ ઉદ્યોગ સંબંધિત)માંથી 25 પ્રશ્નો (25 ગુણ) હશે. દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણ કાપવામાં આવશે.
5/5

ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ indianbank.in ની મુલાકાત લો. હોમપેજ પર "Career" વિકલ્પ પસંદ કરો. ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો. બધી જરૂરી વિગતો દાખલ કરો. રજિસ્ટર કરો અને લોગિન કરો. બધા દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો. ફોર્મ સબમિટ કરો અને તેનું પ્રિન્ટ આઉટ રાખો.
Published at : 21 Jul 2025 12:42 PM (IST)
આગળ જુઓ





















