શોધખોળ કરો
BEL Recruitment 2025: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, 55,000 રૂપિયા સુધી મળશે પગાર
BEL Recruitment 2025: જો તમે એન્જિનિયરિંગ ડિગ્રી સાથે સારી સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

BEL Recruitment 2025: જો તમે એન્જિનિયરિંગ ડિગ્રી સાથે સારી સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ પ્રોજેક્ટ એન્જિનિયર સહિત અનેક જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારોએ 20 મે 2025થી અરજી કરવાનું શરૂ કરી દીધું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 જૂન 2025 છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને ભરતી માટે અરજી કરી શકે છે.
2/5

આ ભરતી દ્વારા કુલ 28 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો નીચે લાયકાત અને અન્ય પાત્રતા સંબંધિત વિગતો જોઈ શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં BE અથવા B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે. ડિગ્રી માન્ય સંસ્થામાંથી હોવી જોઈએ.
Published at : 28 May 2025 11:07 AM (IST)
આગળ જુઓ





















