શોધખોળ કરો
Indian Oil માં ઓફિસર બનવાની ઉત્તમ તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા, 1,60,000 મળશે પગાર
IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) માં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) માં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. કોઈપણ જેની પાસે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અને કાયદામાં સ્નાતકની ડિગ્રી (LLB) અથવા 5 વર્ષની ઇન્ટીગ્રેટેડ LLB ડિગ્રી હોય તે ઈન્ડિયન ઓઈલની અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અન્ય કેટેગરી માટે પણ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. આ ભરતી દ્વારા કુલ 12 જગ્યાઓ ભરવામાં આવશે.
2/5

IOCL ભરતી 2024 મુજબ ઉમેદવારો પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. પસંદગી પ્રક્રિયામાં CLAT 2024 સ્કોર, ગ્રુપ ડિસ્કશન (GD), ગ્રુપ ટાસ્ક (GT) અને પર્સનલ ઈન્ટરવ્યૂ (PI)માં મેળવેલા ગુણનો સમાવેશ થશે. IOCL ની સહયોગી કંપનીઓ સહિત ભારતમાં કોઈપણ સ્થાને સફળ ઉમેદવારોની નિમણૂક કરી શકાય છે. કાયદા અધિકારી તરીકે પસંદ કરાયેલા ઉમેદવારોને 50,000 થી 1,60,000 રૂપિયા વચ્ચેનો પગાર મળશે.
Published at : 11 Oct 2024 01:41 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ઓટો
દેશ
ધર્મ-જ્યોતિષ





















