શોધખોળ કરો
LIC Housing Finance Recruitment: ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસે શાનદાર તક, LIC હાઉસિંગ ફાઈનાન્સમાં બહાર પડી ભરતી
LIC Housing Finance Recruitment: દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ના હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડમાં એપ્રેન્ટિસશીપની 192 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ના હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડમાં એપ્રેન્ટિસશીપની 192 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 2 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. એટલે કે, ઉમેદવારો પાસે હવે થોડા જ દિવસો બાકી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન માધ્યમ દ્વારા નિર્ધારિત તારીખોમાં ફોર્મ ભરી શકે છે.
2/6

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કરેવું હોવું આવશ્યક છે. પરંતુ ધ્યાનમાં રાખો કે ગ્રેજ્યુએશન 1 સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થયેલ હોવું જોઈએ અને આ ડિગ્રી 1 સપ્ટેમ્બર 2021 પહેલા પાસ ન હોવી જોઈએ. આ ઉપરાંત, જે ઉમેદવારોએ અગાઉ ક્યાંકથી એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી છે તેઓ આ ભરતીમાં અરજી કરી શકતા નથી.
3/6

અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 20 વર્ષ છે. જ્યારે મહત્તમ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. એટલે કે, જો તમારી ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોય તો તમે આ ભરતીમાં અરજી કરી શકો છો.
4/6

આ ભરતીમાં જોડાવા માટે ઉમેદવારોએ અરજી ફી પણ ચૂકવવી પડશે. જનરલ અને ઓબીસી શ્રેણી માટે ફી 944 રૂપિયા છે. જ્યારે SC/ST શ્રેણી માટે ફી 708 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, PwBD (દિવ્યાંગ) ઉમેદવારો માટે ફી 472 રૂપિયા છે. ફી ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ જમા કરાવી શકાય છે.
5/6

આ પરીક્ષા 1 ઓક્ટોબર 2025 ના રોજ લેવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ - પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને 8 થી 14 ઓક્ટોબર 2025ની વચ્ચે દસ્તાવેજ ચકાસણી અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. સફળ ઉમેદવારોને 15 થી 20 ઓક્ટોબર 2025 દરમિયાન ઓફર લેટર જાહેર કરવામાં આવશે.
6/6

સૌપ્રથમ ઉમેદવારોએ NATS પોર્ટલ (nats.education.gov.in) ની મુલાકાત લઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી પૂર્ણ કર્યા પછી અન્ય નિર્ધારિત પોર્ટલ પર અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. અરજી સબમિટ કર્યા પછી ઉમેદવારોને એક ઇમેઇલ પ્રાપ્ત થશે. તે ઇમેઇલ પર આપેલી લિંક પર ક્લિક કરીને ઉમેદવારોએ તાલીમ જિલ્લા પસંદગી અને અન્ય જરૂરી માહિતી ભરવાની રહેશે. અરજી પૂર્ણ કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ લો અને તેને તમારી પાસે રાખો.
Published at : 04 Sep 2025 10:28 AM (IST)
આગળ જુઓ
Advertisement





















