શોધખોળ કરો
રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં 4660 કોન્સ્ટેબલ, SIની ભરતી બહાર પડી, ધોરણ-10 પાસ કરી શકે છે અરજી
RPF Constable SI, Bharti 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની બમ્પર ભરતી થઈ રહી છે. આ માટેની અરજી 15મી એપ્રિલથી શરૂ થશે.
રેલ્વે દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, RPF કોન્સ્ટેબલ અને SI માટે કુલ 4660 જગ્યાઓ ખાલી છે.
1/5

RPF Bharti 2024: ભારતીય રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં 4000 થી વધુ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ભરતી છે. આ માટેનું આવેદનપત્ર 15મી એપ્રિલથી ભરવામાં આવશે. RPF ભરતી 2024 માટે અરજી સત્તાવાર વેબસાઇટ rpf.indianrailways.gov.in પર જઈને કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે છે.
2/5

રેલ્વે દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, RPF કોન્સ્ટેબલની 4208 જગ્યાઓ ખાલી છે. જ્યારે RPF સબ ઇન્સ્પેક્ટરની 452 ખાલી જગ્યાઓ પર ભરતી થશે. આ ભરતી માટેની અરજી ફી SC/ST, ભૂતપૂર્વ સૈનિકો, મહિલાઓ, લઘુમતીઓ અને આર્થિક રીતે પછાત ઉમેદવારો માટે રૂ. 250 છે. અન્ય ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે.
Published at : 15 Apr 2024 06:32 AM (IST)
આગળ જુઓ



















