કેંદ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરી આરૂષિ નિશંક ટૂંક સમયમાં બોલીવૂડમાં પોતાની ઈનિંગની શરૂઆત કરવા જઈ રહી છે. આરુષિએ પોતે જ આ વાતની જાહેરાત કરી છે.
2/5
આરુષિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તારિણી ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મ દુનિયાના સામુદ્રિક સફર પર નિકળેલી નૌસેનાની 6 જાંબાઝ મહિલા અધિકારીઓની યાત્રા પર આધારિક છે. ટી સીરીઝ સાથે આરૂષિ નિશંક આ ફિલ્મની પ્રોડ્યૂસર પણ છે.
3/5
19 સપ્ટેમ્બર 2017માં વર્તિકા જોશી, પ્રતિભા જામવાલ, પી સ્વાતિ, એસ વિજયા, એશ્વર્ય અને પાયલ ગુપ્તાને ભારતીય નૌસેનાની સેલિંગ નૌકા INSV તારિણી પર પોતાની સફર ગોવાથી શરૂ કરી હતી અને 19 મે 2018 તે પરત આવી હતી. આ દરમિયાન તેમણે 21,600 નોટિકલ માઈલ્સ સફર કરી. આ મહિલાઓએ 254 દિવસ દરિયાની યાત્રા કરી હતી. તારિણી ફિલ્મ આ મુસાફરીની સ્ટોરી છે.
4/5
આરૂષિ કેંદ્રીય શિક્ષણમંત્રી અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ રમેશ પોખરિયાલ નિશંકની દિકરી છે. આરુષિ સામાજિક ક્ષેત્રમાં પણ ખૂબ જ કામ કરે છે. આરુષિ ભારતીય ક્લાસિકલ ડાન્સર છે. ખાસ કરીને તેને કથકમાં નિપુણ છે.
5/5
24 જાન્યુઆરી 2015ના તેમના લગ્ન અભિનવ પંત સાથે થયા હતા. આરૂષિ 2018માં રમેશ પોખરિયાલ નિશંકના જીવન પર આધારિત એક ક્ષેત્રિય ફિલ્મ મેજર નિરાલાને પ્રોડ્યૂસ કરી ચૂકી છે.