શોધખોળ કરો
Singham Againના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી અજય દેવગણ સહિત આખી સ્ટાર કાસ્ટ
Singham Again Trailer: ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી ફરી એકવાર તેમની પોલીસ ડ્રામા સિંઘમની બીજી સિક્વલ સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે.
ફોટોઃ abp live
1/7

Singham Again Trailer: ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી ફરી એકવાર તેમની પોલીસ ડ્રામા સિંઘમની બીજી સિક્વલ સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ, કરીના કપૂર અને અક્ષય કુમાર સિવાય આ વખતે દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. 350 કરોડના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ખાન પણ તેના ચુલબુલ પાંડે અવતારમાં ખાસ કેમિયો કરી રહ્યો હોવાના અહેવાલો છે. આ એક્શન ડ્રામા 1 નવેમ્બર 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.
2/7

અજય દેવગન સિંઘમ અગેઈનના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બ્લેક લુકમાં પહોંચ્યો હતો. અજય એકદમ ડેશિંગ લાગી રહ્યો હતો. અજય દેવગન ફરી એકવાર સિંઘમ અગેઇનમાં બાજીરાવ સિંઘમના પાત્રમાં જોવા મળશે. અભિનેતાની આ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ વખતે ટાઇગર શ્રોફ પણ કોપ યુનિવર્સની ત્રીજી ફિલ્મમાં પ્રવેશી ચૂક્યો છે. સિંઘમ અગેઇનના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ટાઇગર ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. એક્ટર ઓલ બ્લેક લૂકમાં ડેશિંગ લાગી રહ્યો હતો.
Published at : 07 Oct 2024 02:53 PM (IST)
આગળ જુઓ





















