શોધખોળ કરો
Independence Day નિમિત્તે અંબાણી પરિવારનું નિવાસ સ્થાન 'એન્ટિલિયા' રોશનીથી ઝળહળ્યું, ટ્વીટર પર ટ્રેન્ડ થયું
Independence Day 2022: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું નિવાસ સ્થાન મુંબઈમાં આવેલું છે. અંબાણી પરિવારના આ નિવાસ સ્થાનને હાલ રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ફોટો - સોશિયલ મીડિયા
1/6

મુકેશ અંબાણીના નિવાસ સ્થાન 'એન્ટિલિયા'ની બહાર ખુબ જ સુંદર લાઈટિંગ કરવામાં આવ્યું છે. આ લાઈટિંગના વીડિયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
2/6

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી દરેક તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર તેમણે એન્ટિલિયાને પણ રોશનીથી શણગાર્યું છે.
3/6

એન્ટિલિયાની બહાર સુરક્ષા કર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી અને તેમના પરિવાર પર હુમલો કરવાની ધમકી પણ મળી છે.
4/6

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી હતી.
5/6

અંબાણી પરિવારને ધમકી ભર્યા ફોન કોલ આવ્યા બાદ હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી.
6/6

સૂત્રોએ જણાવ્યું કે, કુલ 8 ધમકીભર્યા કોલ આવ્યા હતા, જેને પોલીસ હવે ચકાસવાનો પ્રયાસ કરી રહી છે.
Published at : 15 Aug 2022 06:22 PM (IST)
આગળ જુઓ
Advertisement





















