શોધખોળ કરો
સૈફ અલી ખાન સાથે છૂટાછેડા બાદ અમૃતા સિંહ શા માટે ન કરી શકી બીજા લગ્ન, સામે આવ્યું આ મોટું કારણ!
થ્રોબેક ફોટો
1/6

સૈફ અલી ખાન ઉંમરમાં અમૃતા સિંહ કરતા 12 વર્ષ નાના હતા. આ લગ્નથી સૈફ અને અમૃતાને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો જન્મ થયો.
2/6

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની જોડી એક સમયે ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક હતી. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન વર્ષ 1991માં થયા હતા. આ લગ્ન ઘણા કારણોસર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
3/6

હકીકતમાં, લગ્ન સમયે જ્યાં સૈફ અલી ખાને બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું ન હતું, ત્યારે અમૃતા ઇન્ડસ્ટ્રીની ફેમસ સ્ટાર હતી. ઉપરાંત, અમૃતા અને સૈફની ઉંમરમાં મોટો તફાવત હતો સૈફ અલી ખાન અમૃતા સિંહ કરતા 12 વર્ષ નાના હતા. આ લગ્નથી સૈફ અને અમૃતાને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો જન્મ થયો.
4/6

જો કે, લગ્ન પછી થોડા સમય માટે બધું બરાબર હતું, પરંતુ તે પછી સૈફ અને અમૃતા વચ્ચે પરસ્પર તણાવ એટલો વધી ગયો કે 2004માં લગ્નના 13 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા. 2008માં અમૃતાથી અલગ થયા બાદ સૈફ અને કરીના વચ્ચે નિકટતા વધવા લાગી.
5/6

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'ટશન'ના શૂટિંગ દરમિયાન સૈફ અને કરીના વચ્ચે નિકટતા વધી ગઈ હતી બાદ , વર્ષ 2012 માં, કરીના અને સૈફે લગ્ન કર્યા. જો કે, શું તમે જાણો છો કે, અમૃતાએ સૈફની જેમ કેમ બીજા લગ્ન ન કર્યા?
6/6

હકીકતમાં, સૈફથી છૂટાછેડા પછી, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન બંને બાળકોની જવાબદારી અમૃતા સિંહ પર આવી ગઈ હતી કારણ કે અમૃતાને બાળકોની કસ્ટડી મળી હતી. આવી સ્થિતિમાં અમૃતાએ બાળકોના ઉછેર માટે લગ્ન ન કર્યા.
Published at : 24 Mar 2022 07:27 AM (IST)
આગળ જુઓ





















