શોધખોળ કરો
જ્યારે ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ OTT પર આપ્યા ઈન્ટીમેટ સીન
ઘણી ટીવી અભિનેત્રીઓએ સિરિયલોમાં સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી છે. પરંતુ જ્યારે આ ટીવી અભિનેત્રીઓએ OTT વેબ સીરિઝમાં ઈન્ટીમેટ સીન આપ્યા તો હોબાળો મચી ગયો હતો.
આ ટીવી અભિનેત્રીઓએ OTT વેબ સીરિઝમાં ઈન્ટીમેટ સીન આપ્યા તો હોબાળો મચી ગયો હતો
1/7

ઘણી ટીવી અભિનેત્રીઓએ સિરિયલોમાં સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી છે. પરંતુ જ્યારે આ ટીવી અભિનેત્રીઓએ OTT વેબ સીરિઝમાં ઈન્ટીમેટ સીન આપ્યા તો હોબાળો મચી ગયો હતો. હિના ખાન, શ્વેતા તિવારીથી લઈને નિયા શર્મા સુધીની એક્ટ્રેસ બોલ્ડ સીન આપી ચૂકી છે. આશ્રમ અભિનેત્રી ત્રિધા ચૌધરીએ આશ્રમમાં બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે. અગાઉ, તેણીએ દહલીઝમાં સંસ્કારી ભૂમિકા ભજવી હતી, પરંતુ આશ્રમમાં તેના અલગ અવતારથી બધાને ચોંકાવી દીધા છે.
2/7

નિયા શર્મા સૌથી લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તેણીએ ‘એક હજારો મેં મેરી બહના’, નાગિન, જમાઈ રાજા જેવા ઘણા ટીવી શોમાં પોતાની ભૂમિકાઓથી લોકોના દિલ જીતી લીધા છે અને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. અભિનેત્રીએ વિક્રમ ભટ્ટના OTT શો ટ્વિસ્ટેડ અને જમાઈ રાજા 2.0 માં એક અલગ જ અવતાર ભજવ્યો હતો. આ શ્રેણીમાં તેણીએ ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા.
3/7

શ્વેતા તિવારી પણ ટીવી ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. "કસૌટી જિંદગી કે" શોમાં પ્રેરણાની ભૂમિકા ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. બાદમાં તેણીએ પરવરિશમાં માતાની ભૂમિકા ભજવી હતી. શ્વેતાએ સહ-અભિનેતા અક્ષય ઓબેરોય સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા.
4/7

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અભિનેત્રી હિના ખાને આ શોમાં અક્ષરા સિંઘાનિયાની ભૂમિકા ભજવી હતી અને ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. બાદમાં તેણે એક મોટું પગલું ભર્યું અને હેક્ડ ફિલ્મમાં કામ કર્યું. તેણે ડેમેજ્ડ 2 માં તેના ઇન્ટિમેટ સીનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
5/7

બાલવીર અભિનેત્રી શમા સિકંદર વિક્રમ ભટ્ટની વેબ સીરિઝમાં માયામાં જોવા મળી હતી જે 50 શેડ્સ ઓફ ગ્રે પર આધારિત હતી. તેણીએ શોમાં ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા.
6/7

ટીવી અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પણ ઘણી સિરિયલોમાં સંસ્કારની ભૂમિકા ભજવી હતી પરંતુ એક વેબ સિરીઝમાં તેણે મહિલા સહ-અભિનેત્રી મોના સિંહ સાથે ઈન્ટીમેટ સીન આપ્યા હતા. આ શોમાં તેણીએ લેસ્બિયનની ભૂમિકા ભજવી હતી.
7/7

ટીવી અભિનેત્રી સંજીદા શેખે ઘણી સિરિયલોમાં સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેણીએ તૈશ અને ગહરાઇયાં સીરિઝમાં તેના ગ્લેમરસ અવતારથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ સીરિઝમાં સંજીદાએ ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા.
Published at : 09 Apr 2025 01:39 PM (IST)
આગળ જુઓ
Advertisement




















