શોધખોળ કરો
Advertisement

Photos: મિસ યૂનિવર્સ હરનાઝ સન્ધુએ ગ્રીન ડ્રેસમાં બતાવ્યો દેસી લૂક, ફેન્સની સામે હાથ જોડીને રસ્તાં પર નીકળતી દેખાઇ........

Harnaaz_Sandhu_Photos_01
1/6

Harnaaz Sandhu Photos: મિસ યૂનિવર્સ 2021 (Miss Universe 2021) હરનાઝ સન્ધૂ (Harnaaz Sandhu) તાજેતરમાં જ મુંબઇ એરપોર્ટ પર દેખાઇ. આ દરમિયાન તેનો સુંદર અંદાજ જોવા મળ્યો. હરનાઝ સન્ધૂ હંમેશાની જેમ ખુશખુશાલ દેખાઇ રહી હતી.
2/6

હરનાઝ સન્ધૂ મુંબઇ એરપોર્ટ પર ગ્રીન અને વ્હાઇટ સેટિન આઉટફિટમાં દેખાઇ. આ આઉટફિટની સાથે તેને ગૉલ્ડન કલર્ડ હીલ્સ પહેરેલા હતા. તેના વાળ ખુલ્લા હતા. કોરોનાથી બચવા માટે તેને માસ્ક અને ફેસ શીલ્ડમાં પણ લગાવ્યુ હતુ.
3/6

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરનાઝ સન્ધૂએ એરપોર્ટ પર પૈપરાજીને ખુશી ખુશી પૉઝ પણ આપ્યા. એક પૈપરાજીએ તેને કહ્યું- મૈમ, આવી જ રીતે આપણા દેશનુ નામ રોશન કરો. હરનાઝ સન્ધૂએ આ વાત સાંભળીને ઝટથી હાથ જોડીને તેને થેન્ક્યૂ કહ્યું. આ પછી તેને માસ્ક ઉતાર્યુ અને પૉઝ આપ્યા. આ દરમિયાન તેના ફેન્સ તેનુ નામ લઇને ચિયર કરી રહ્યાં હતા. જેના પર હરનાઝ સન્ધૂએ તેને ફ્લાઇંગ કિસ આપીને થેન્ક્યૂ કહ્યું.
4/6

ઉલ્લેખનીય છે કે, 21 વર્ષની હરનાઝે મિસ યૂનિવર્સનો તાજ ઇન્ડિયા માટે જીતીને 21 વર્ષ બાદ દેશને ગૌરવાન્તિત થવાનો મોકો આપ્યો છે. આ પહેલા લારા દત્તાએ વર્ષ 2000માં આ ટાઇટલ જીત્યુ હતુ. તેના પહેલા સુષ્મિતા સેન 1994માં મિસ યૂનિવર્સ બની હતી.
5/6

એક ઇન્ટરવ્યૂ દરમિયાન હરનાઝ સન્ધૂને પુછવામાં આવ્યુ હતુ શું તે બૉલીવુડમાં જગ્યા બનાવવા માંગશે, તો તેને કહ્યું હતુ કે, હું મારી જાતને ત્યાં જોવા માંગુ છું કેમ કે આ મારુ પેશન રહ્યું છે, પરંતુ નૉર્મલ એક્ટ્રેસ નથી બનવા માંગતી. હું સ્ટીરિયોટાઇપ તોડવા માંગુ છું.
6/6

ઉલ્લેખનીય છે કે, હરનાઝ સન્ધૂની પંજાબીમાં જલ્દી જ બે ફિલ્મો રિલીઝ થવાની છે. બૉલીવુડમાં તે પ્રિયંકા ચોપડા (Priyanka Chopra), લારા દત્તા (Lara Dutta) અને સુષ્મિતા સેન (Sushmita Sen)નો પોતાની આદર્શ માને છે, અને તેની જેવી બનવા માંગે છે.
Published at : 03 Jan 2022 09:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
