શોધખોળ કરો
નાની ઉંમરમાં લગ્ન? 3 વર્ષનો દીકરો, શું Mrs Universe 2023 બની શકશે અપૂર્વા રૉય?
કોણ છે અપૂર્વા રાય? શું તમે આજ પહેલા ક્યારેય તેનું નામ સાંભળ્યું છે. જો ના તો હવે ધ્યાનથી સાંભળો અને તેના વિશે જાણો..

Apoorva Rai
1/9

તો અમે તમને વિલંબ કર્યા વગર જણાવી દઈએ કે અપૂર્વા રાય બીજું કોઈ નહીં પરંતુ મિસિસ સાઉથ પેસિફિક એશિયા યુનિવર્સ 2022 રહી છે. આજના સમયમાં તે મિસિસ યુનિવર્સ 2023માં ભાગ લેવા માટે બલ્ગેરિયા ગઈ છે.
2/9

બે દિવસ પહેલા અપૂર્વા રાય મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે બલ્ગેરિયામાં તે મિસિસ યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. અને તે તેમના માટે એક વિશાળ પ્લેટફોર્મ છે.
3/9

અપૂર્વા રાયે જ્યારે મિસિસ સાઉથ પેસિફિક એશિયા યુનિવર્સ 2022નો ખિતાબ જીત્યો હતો ત્યારે તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થયા હતા. આજે તેને ત્રણ વર્ષનો એક દીકરો પણ છે, પરંતુ અપૂર્વાએ સપના જોવાનું ક્યારેય બંધ નથી કર્યું. બેંગ્લોરમાં રહેતી અપૂર્વ રાય બિઝનેસવુમન છે.
4/9

તેમની પાસે તેમનું પોતાનું કોસ્મેટોલોજિસ્ટ ક્લિનિક છે. જ્યાં ત્વચાની સારવાર થાય છે. તેના પતિનું નામ પવન શેટ્ટી છે. શરૂઆતથી જ અપૂર્વા રાય દેશ માટે કંઈક કરવા માંગતા હતા. આવી સ્થિતિમાં તેણે લગ્ન પહેલા નહીં પરંતુ લગ્ન પછી આ ખિતાબ જીતવાનું વિચાર્યું.
5/9

જો કે મોડલિંગની દુનિયામાં અપૂર્વા રાય લગ્ન પહેલા જ પગ મૂકવા માંગતી હતી. પરંતુ ભગવાનને કદાચ કૈંક અલગ જ મંજૂર હતું. તે કહે છે કે જે પણ થાય છે તે સારા માટે જ થાય છે.
6/9

2016માં અપૂર્વા રાયે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો, પરંતુ તે જીતી શકી નહોતી. આ પછી, કેટલીક પરિસ્થિતિ એવી બની ગઈ કે તે તેની જર્ની ચાલુ રાખી શકી નહીં.
7/9

અપૂર્વા રાયના લગ્ન થઇ ગયા. લગ્ન બાદ તે મિસિસ સાઉથ પેસિફિક એશિયા યુનિવર્સ 2022 બની હતી. અપૂર્વ રાયનું માનવું હતું કે તમારા સપના પર ક્યારેય વિરામ ન મૂકો. અને તે આ વાતને જ વળગી રહી.
8/9

આજે અપૂર્વા રાય ફિટનેસ ફ્રિક હોવાની સાથે રિયલ લાઈફમાં પણ ખૂબ ગ્લેમરસ છે. તે કહેવું ખોટું નહીં હોય કે અપૂર્વા રાય બધી માતાઓ માટે પ્રેરણારૂપ છે.
9/9

2016માં અપૂર્વા રાયે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો, પરંતુ તે જીતી શકી નહોતી. આ પછી, કેટલીક પરિસ્થિતિ એવી બની ગઈ કે તે તેની જર્ની ચાલુ રાખી શકી નહીં.
Published at : 01 Feb 2023 12:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
