લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ઇશાન્ત અને પ્રતિમાએ 2016ના અંતમાં લગ્ન કરી લીધા, પ્રતિમાંને ભલે ક્રિકેટ વધારે પસંદ નથી, પરંતુ હંમેશા તે ઇશાન્તનો હોંસલો વધારવા માટે સ્ટેડિયમમાં પહોંચી જાય છે.
2/5
ઇશાન્ત અને પ્રતિભા પહેલીવાર એક ઇવેન્ટમાં મળ્યા હતા, આ ઇવેન્ટમાં ઇશાન્ત એક ચીફ ગેસ્ટ બનીને પહોંચ્યો હતો. અહીં બન્નેની મુલાકાત થઇ અને પછી બન્ને એકબીજાના ટચમાં રહેવા લાગ્યા હતા.
3/5
બાસ્કેટબૉલ પ્લેયર પ્રતિભા પણ ઇશાન્તની જેમ ખુબ લાંબી છે, તેની હાઇટ 5 ફૂટ આઠ ઇંચ છે. તેને ફિઝિકલ એજ્યૂકેશનમાં માસ્ટર ડીગ્રી લીધી છે. આ ઉપરાંત બાસ્કેટબૉલ કૉચિંગમાં પણ ડિપ્લોમાં કર્યુ છે.
4/5
ઉત્તરપ્રદેશના બનારસમાં જન્મેલી પ્રતિમાએ બાસ્કેટ બૉલમાં ઇન્ડિયાનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તે ભારતીય મહિલા બાસ્કેટબૉલ ટીમની સભ્ય પણ રહી છે.પ્રતિમાંએ વર્ષ 2003માં 13 વર્ષની ઉંમરમાં બાસ્કેટબૉલ રમવાનુ શરૂ કરી દીધુ હતુ. 2006માં તે ભારતીય જૂનિયર મહિલા બાસ્કેટબૉલ ટીમમાં આવી ગઇ હતી, અને 2008માં તે આ ટીમની કેપ્ટન પણ બની ગઇ હતી.
5/5
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ ડે-નાઇટ મેચમાં ફાસ્ટ બૉલર ઇશાન્ત શર્મા રમી રહ્યો છે. ઇશાન્ત શર્માએ મોટેરાના ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટમાં રમતમાં જ ટેસ્ટ ક્રિકેટમાં ખાસ સિદ્ધિ પોતાના નામ કરી લીધો છે. અહીં ઇશાન્ત પોતાની કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે, 100 ટેસ્ટ રમવાના મામલે તે ભારતીય ટીમ તરફથી કપિલ દેવ બાજ બીજા નંબરનો ફાસ્ટ બૉલર પણ છે. પરંતુ ખાસ વાત છે કે ઇશાન્તના આ સિદ્ધિથી તેની પત્ની પ્રતિમા પણ ખુશ છે, અને હંમેશા ઇશાન્તનુ મનોબળ વધારવા સ્ટેડિયમમાં હાજર રહે છે. ઇશાન્ત પત્ની પ્રતિમા સિંહ બૉલીવુડ હીરોઇનોને પણ ટક્કર માટે એટલી ગ્લેમરસ છે. જુઓ તસવીરોમાં....