નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વૉડાફોન-આઇડિયા પોતાના ગ્રાહકોને બેસ્ટમાં બેસ્ટ ઓફર આપતી રહે છે. આ ત્રણેય કંપનીઓનો એકબીજા સાથે જબરદસ્ત મુકાબલો ચાલી રહ્યો છે. જો તમે સારો પ્લાન લેવાનુ વિચારી રહ્યા છો તો અહીં અમને ત્રણેય કંપનીઓના બેસ્ટ પ્લાન વિશે માહિતી આપીશું. જાણો દરેકના બેસ્ટ પ્લાન્સ વિશે..... (પ્રતિકાત્મક તસવીર)
3/5
Jioના પ્લાન- રિલાયન્સ જિઓના 599 રૂપિયા વાળા પ્લાનમાં તમને દરરોજ 2GBનો ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત અનલિમીટેડ કૉલિંગની સાથે ડેલી 100 એસએમએસ ફ્રી મળી રહ્યાં છે. એટલુ જ નહીં તમે આ પ્લાન સિલેક્ટ કરો છો તો તમને જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાન 84 દિવસ સુધી વેલિડ છે. આ ઉપરાંત રિલાયન્સ જિઓના 777 રૂપિયા વાળા પ્લાનમાં 599 રૂપિયા વાળા પ્લાનના બધા બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. પરંતુ યૂઝર્સને 1.5જીબી ડેટા અને 1 વર્ષ માટે ડિઝ્ની + હૉટસ્ટાર વીઆઇપીનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)
4/5
Airtelના પ્લાન- જિઓ ઉપરાંત એરટેલ પણ મિડ રેન્જમાં બે પ્લાન આપી રહી છે. એરટેલ પોતાના યૂઝર્સને 698 રૂપિયા અને 598 રૂપિયામાં પ્લાન ઓફર કરી રહી છે. આ બન્ને પ્લાન 84 દિવસ સુધી વેલિડ છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગ અને 100 એસએમએસ ડેલી મળી રહ્યાં છે. જોકે 598 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે, જ્યારે 698 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાન્સ અંતર્ગત એટરેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ, વિન્ક મ્યૂઝિક, શાઓ એકેડેમીનુ એક વર્ષનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)
5/5
Vodafone Ideaના પ્લાન- આ બન્ને ઉપરાંત વૉડાફોન-આઇડિયા પણ મિડ રેન્જ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપનીના 699 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 4 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત તમને કુલ મળીને 336GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 એસએમએસ ઉપરાંત કેટલાય વધારાના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. આમાં વીકેન્ડ ડેટા રૉલઓવરની સુવિધા પણ મળી રહી છે. આ પ્લાન પણ 84 દિવસ સુધી વેલિડ છે. (પ્રતિકાત્મક તસવીર)