શોધખોળ કરો
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
હાર્ટ અટેકને તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફક્શન કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો ખોરવાઈ જાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

હાર્ટ અટેકને તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફક્શન કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો ખોરવાઈ જાય છે. તે સામાન્ય રીતે તણાવ, હાઈ બ્લડ પ્રેશર, ખરાબ લાઇફસ્ટાઇલ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ સાથે સંકળાયેલું છે.
2/5

ઘણા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ખૂબ ખુશ થવા પર પણ હૃદયરોગનો હુમલો આવી શકે છે. 2023માં American College of Cardiology દ્વારા પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ દુખના કારણે હોય કે પછી વધુ ખુશીના કારણે વધુ ઇમોશનલ એક્સાઇટમેન્ટથી હાર્ટ પર એકસ્ટ્રા પ્રેશર પડે છે.
3/5

મેડિકલ ટર્મમાં આ સ્થિતિને 'ટાકોત્સુબો કાર્ડિયોમાયોપૈથી' અથવા 'બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે, જેને હવે 'હેપ્પી હાર્ટ સિન્ડ્રોમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અસ્થાયી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓ નબળા પડી જાય છે. આને કારણે હૃદયરોગના હુમલા જેવા લક્ષણો જોવા મળી શકે છે.
4/5

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અચાનક કોઈ સારા સમાચાર મળવા જેમ કે લોટરી જીતવી, કોઇ નજીકના વ્યક્તિને મળવું અથવા કારકિર્દીમાં મોટો બ્રેક જેવા અચાનક સારા સમાચાર શરીરમાં એડ્રેનાલાઇન અને ડોપામાઇન જેવા હોર્મોન્સનું સ્તર ઝડપથી વધારી શકે છે. આ હોર્મોન્સ અચાનક ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, જે હૃદય પર દબાણ લાવે છે. જે લોકોનું હૃદય પહેલાથી જ નબળું છે તેમના માટે આ જોખમ વધુ હોઈ શકે છે.
5/5

Journal of the American Medical Association (JAMA)માં 2024માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવાયું હતું કે ટાકોત્સુબો કાર્ડિયોમાયોપૈથી માત્ર નેગેટિવ ઇમોશનલ નહીં પરંતુ વધુ પડતી ખુશીથી પણ થઈ શકે છે. આ અભ્યાસમાં 4.32 લાખ લોકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે લગભગ એક ટકા કિસ્સાઓમાં અચાનક ખુશીને કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જોકે આ કેસ જીવલેણ નહોતા પરંતુ છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર જેવા હૃદયરોગના હુમલાના લક્ષણો તેમનામાં જોવા મળ્યા હતા.
Published at : 05 Jun 2025 12:06 PM (IST)
View More
Advertisement





















