Skin Care:આજકાલ લોકો સમયના અભાવના કારણે ફાસ્ટ ફૂડ તરફ વધુ વળ્યાં છે પરંતુ ફાસ્ટફૂડ સ્વાસ્થ્ય માટે જેટલું હાનિકારક જેટલું તેટલું આપની ત્વચા માટે પણ નુકસાનકારક છે.
2/6
સ્કિનના નિખારમાં ડાયટનો મહત્વનો રોલ છે. સલાડ અને તાજા ફળોનું ભરપૂર માત્રમાં સેવન કરો. તાપથી બચવા માટે બહાર જતાંના 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લગાવો, રાત્રે નાઇટ ક્રિમનો ઉપયોગ કરો. કાચા દૂધનો ક્લિન્ઝર તરીકે ઉપયોગ કરવાથી ત્વચાની સોફ્ટનેસ બની રહે છે.
3/6
આજની લાઇફ સ્ટાઇલ એવી છે કે, ઓફિસની શિફ્ટિંગના કારણે રાત્રે પુરતી ઊંઘ નથી થતી. લેટ નાઈટ શિફ્ટ અને ઓછી ઊંઘને કારણે શરીર અને ત્વચાને ઘણું નુકસાન થાય છે. જો આપની લાઇફ સ્ટાઇલ આવી હશે તો સમય પહેલા વૃદ્ધત્વના લક્ષણો દેખાવા લાગશે. આવી લાઇફસ્ટાઇલ આંખોની નીચે ડાર્ક સર્કલ જેવી સમસ્યાને આમંત્રણ આપે છે. ત્વચાના સ્વાસ્થ્ય માટે 7થી8 કલાક પુરતી ઊંઘ લેવી જરૂરી છે.
4/6
સમયના અભાવના કારણે લોકો ફાસ્ટ ફૂડ લેવાનું વધુ પસંદ કરે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે તે શરીર માટે ખૂબ જ હાનિકારક છે. લાંબા સમય સુધી ફેટી, પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ફૂડના સેવનથી ત્વચા નિર્જીવ, નિસ્તેજ અને વૃદ્ધ થઈ જાય છે. તેની સાથે જ શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ રહે છે. તે સ્થૂળતાનું પણ કારણ બને છે.
5/6
આજે લોકો કામના કલાકો વધી રહ્યાં છે. જેના કારણે તે કલાકો સુધી લેપટોપ અને કોમ્પ્યુટરની સામે બેસી રહે છે. આ આદત પણ આંખોની સાથે ત્વચા માટે પણ હાનિકારક સાબિત થાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાવા લાગે છે. તે ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક છે.
6/6
આપને જણાવી દઈએ કે, આળસ શરીર અને ત્વચા બંને માટે ખૂબ જ નુકસાનકારક છે. તે આપને સમય પહેલા વૃદ્ધ બનાવે છે. આખો દિવસ કામ વગર બેસો નહીં. દિવસમાં ઓછામાં ઓછો 1 કલાક વર્કઆઉટ કરો. તે શરીર સ્વસ્થ રાખવાની સાથે સ્કિનને પણ યંગ રાખશે