શોધખોળ કરો
સૌથી બેસ્ટ હાઇડ્રેટિંગ ફૂડ છે કાકડી, સલાડ સિવાય આ 4 રીતે પણ સામેલ કરી શકો છો ડાયેટમાં
સૌથી બેસ્ટ હાઇડ્રેટિંગ ફૂડ છે કાકડી, સલાડ સિવાય આ 4 રીતે પણ સામેલ કરી શકો છો ડાયેટમાં

પ્રતિકાત્મક તસવીર
1/7

ઉનાળાના દિવસોમાં આપણે એવા ઘણા ખોરાક ખાવા માંગીએ છીએ જે શરીરને ઠંડક આપે છે. પરસેવાના રૂપમાં શરીરમાંથી નિકળતા પાણીની ભરપાઈ કરી શકે. આવી જ એક ખાદ્ય સામગ્રી છે કાકડી. આપણે મોટાભાગે કાકડીને સલાડના રૂપમાં ખાઈએ છીએ. તે મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે. તેનાથી આખા શરીરને ફાયદો થાય છે. તેથી ખોરાકમાં તેનો ઉપયોગ વધારવો જોઈએ. કાકડી બીજી ઘણી રીતે પણ લઈ શકાય છે.
2/7

કાકડીમાં મોટાભાગના વિટામિન્સ હોય છે. જેથી તમને દરરોજ જરુર પડે છે. કાકડીમાં વિટામિન B1, વિટામિન B2, વિટામિન B3, વિટામિન B5, વિટામિન B6, ફોલિક એસિડ, વિટામિન C હોય છે. વિટામિન્સ ઉપરાંત, કાકડીમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઝીંક હોય છે. તે ઓછી કેલરી સુપરફૂડ છે.
3/7

કાકડીનો રસ- સામગ્રી: 1 મોટી કાકડી, કાળું મીઠું સ્વાદ મુજબ, કાળા મરી પાવડર, 1 ચમચી લીંબુનો રસ. કાકડીને છાલની સાથે ટુકડાઓમાં કાપો. કાળું મીઠું, કાળા મરીનો પાઉડર, 1 ચમચી લીંબુનો રસ નાખીને બ્લેન્ડરમાં સારી રીતે પીસી લો. કાકડીનો રસ તૈયાર છે. તેમાં નારિયેળ પાણી પણ મિક્સ કરી શકાય છે. સ્વાદ વધારવાની સાથે તે પોષક ગુણોમાં પણ વધારો કરે છે.
4/7

કાકડી સ્મૂધી- સામગ્રી: 1 મોટી કાકડી, 1 મુઠ્ઠી પાલક, 1 ચમચી લીંબુનો રસ, કેટલાક ફુદીનાના પાન. કાકડીની છાલ ઉતાર્યા વિના પણ સ્મૂધી તૈયાર કરી શકાય છે. બધી સામગ્રીને બ્લેન્ડરમાં પીસી લો. એક ગ્લાસમાં રાખો અને ફુદીનાના પાન અને લીંબુના ટુકડાથી ગાર્નિશ કરો.
5/7

કાકડીનું શાક- સામગ્રી: 3-4 કાકડી, સરસવનું તેલ, સરસવ, 1 લીલું મરચું, હળદર અને મીઠું. સૌ પ્રથમ કાકડીને છોલી લો. તેને સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરી લો. એક કડાઈમાં સરસવનું તેલ મૂકી તેમાં સરસવ અને લીલાં મરચાં ઉમેરો. સમારેલી કાકડી ઉમેરો. કાકડીને હળદર અને મીઠું સાથે મિક્ષ કરો. ધીમા તાપ નીચે ગરમ કરો અને તેને ઢાંકી દો. કાકડીનુ શાક તૈયાર થઈ જશે.
6/7

કાકડીનું રાયતુ- સામગ્રીઃ 1 કાકડી, 1 નાની વાટકી દહીં, જરૂર મુજબ કાળું મીઠું, લીલું મરચું, જીરું પાવડર, ગોળ મરચું પાવડર અને ધાણાજીરું. કાકડી છીણી નાખો. એક બાઉલમાં દહીં, કાકડી, કાળું મીઠું, કાળા મરી પાવડર, જીરું પાવડર, બારીક સમારેલા લીલા મરચા અને કોથમીર મિક્સ કરો. કાકડી રાયતું તૈયાર છે.
7/7

કાકડી સ્પ્રાઉટ્સ- સામગ્રીઃ ફણગાવેલા કાળા ચણા, ફણગાવેલા મગ, લીંબુનો રસ, બારીક સમારેલી કાકડી, કાળું મીઠું, ચાટ મસાલો, બારીક સમારેલી કોથમીર અને લીલું મરચું. એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો. કાકડી સ્પ્રાઉટ્સ તૈયાર થઈ જશે.
Published at : 16 Apr 2024 05:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
