શોધખોળ કરો
શરીરમાં ઝીંકની ઉણપ થવાના કારણે આ લક્ષણો દેખાય છે,ઓળખીને આ રીતે કરો સારવાર
ઘણીવાર ડાયટમાં ઝીંકની ઉણપ હોવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પળે છે, આજકાલની ભાગદોડ વાળી જીવનશૈલીના ભાગરૂપે લોકો તે પ્રકારની ડાયટ નથી લઈ રહ્યા જે પ્રકારે લેવી જોઈએ.

ઝિંક આપણા શરીરમાં રહેલું ખૂબ જ મહત્વપૂર્ણ મિનરલ છે. આ રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ મજબૂત બનાવે છે. ઝિંક આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઝીંક ઘાને મટાડવામાં અને સ્વસ્થ કોષોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.(તસવીર-એબીપી લાઈવ)
1/5

આજકાલ લોકો તેમની વ્યસ્ત જીવનશૈલીને કારણે તેમના આહારની યોગ્ય કાળજી લેતા નથી. ઘણી વખત એવું બને છે કે વધુ પડતું જંક ખાવાથી શરીરમાં ઝિંકની કમી થવા લાગે છે.
2/5

શરીરમાં ઝિંકની ઉણપને કારણે શરીર પર ઘણા લક્ષણો જોવા મળે છે. આજે આપણે શરીરમાં ઝિંકની ઉણપ હોય ત્યારે શરીર પર દેખાતા સંકેતો વિશે વિગતવાર વાત કરીશું.
3/5

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઝિંક ખૂબ જ જરૂરી છે. તેની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રકારના ઈન્ફેક્શન થાય છે. જેમ કે શરદી, ઉધરસ, કાનમાં ઇન્ફેક્શન વગેરે.
4/5

જો શરીરમાં ઝિંકની ઉણપ હોય તો કોઈપણ પ્રકારના ઘાને રૂઝાવવામાં તકલીફ પડે છે. તેની ઉણપને કારણે ઘા પર ઝડપથી રૂઝ આવતી નથી.
5/5

ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે ઝિંક ખૂબ જ જરૂરી છે. શરીરમાં તેની ઉણપને કારણે વાળ ખરવા, ત્વચા શુષ્ક, ખીલ અને ઘા જેવા ગંભીર લક્ષણો દેખાય છે.
Published at : 18 Jun 2024 06:23 PM (IST)
આગળ જુઓ
Advertisement