Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરુઆત ખૂબ જ ધમાકેદાર થઈ છે. જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરુઆત ખૂબ જ ધમાકેદાર થઈ છે. જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઓગષ્ટમાં વરસાદ ભુક્કા બોલાવશે. જૂલાઈના અંતમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન
અંબાલાલના જણાવ્યા અનુસાર, 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. જુલાઈના અંતમાં હવામાનમાં પલટો આવશે. 26 થી 30 જુલાઈ દરમિયાન નર્મદા અને સાબરમતી જેવી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે.સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમોને કારણે રાજ્યમાં સારો અને ખેતીપાકો માટે લાભદાયક વરસાદ પડશે.
ઓગષ્ટમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જુલાઈના અંતમાં સારો વરસાદ વરસશે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
આગામી 3 દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.




















