Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજે પણ વરસાદ અનેક જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે. હવામાન વિભાગે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Alert : રાજ્યમાં આજે પણ વરસાદ અનેક જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે. હવામાન વિભાગે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહશે. માહોલ જોવા મળશે. આ દિવસે વીજળીના કડાકા-ભડાકા અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર,અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું અનુમાન છે.
આ સિવાય હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
આગામી 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.
આગામી 5 દિવસ હવામાન વિભાગે છૂટછવાયા મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનિય છે કે, એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાઇ રહ્યું છે. જેની અસર 23 જુલાઇ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઇ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શકયતાને નકારી છે.





















