Skin Care tips: જો આપ પણ આપની ઢીલી ત્વચાથી પરેશાન છો તો આ સમસ્યાને દૂર કરવા માટે મોંઘા મોંઘા પ્રોડક્ટની જરૂર નથી પરંતુ આ સરળ ઉપાયથી ત્વચા પર કસાવ લાવી શકો છો.
2/6
જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે. તેની અસર તેમની ત્વચા પર પણ થાય છે અને ત્વચા ઢીલી થવા લાગે છે અને કરચલીઓ પડવા લાગે છે. જો કે કેટલીક કાળજી રાખીને ત્વચા પર વધતી ઉંમરને ઓછી કરી શકાય છે.
3/6
ત્વચાને હાઇડ્રેઇટ રાખવી એ ત્વચાની હેલ્થ માટેની પ્રથમ શરત છે. સ્કિનને હાઇડ્રેઇટ રોજ 8થી9 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ફળોનું જ્યુસ પણ પી શકો છો.
4/6
ત્વચા પર મસાજ કરવાથી પણ ઢીલી ત્વચાની સમસ્યા દૂર કરી શકાય છે.આ માટે આપ નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હળવા હાથે રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલનો મસાજ કરવાથી સ્કિન પર કસાવ આવે છે.
5/6
કેટલીક વસ્તુના વધુ સેવનથી પણ ત્વચા ઢીલી થવા લાગે છે. જેમાં શુગર સામેલ છે. ખાંડનું વધુ સેવન શરીરમાં આર્ટિફિશિયલ શુગરનું સ્તર વધારે છે.ખાંડનું વધુ સેવન ત્વચા પર નકારાત્મક અસર પાડે છે. તો ડાયટમાં તેના અતિરેક સેવનથી બચવું જોઇએ.
6/6
એક્સરસાઇઝના માધ્યમથી ત્વચાને ઢીલી થતી રોકી શકાય છે. ફેશિયલ એક્સરસાઇઝ તેના માટે બેસ્ટ છે. ફેસ યોગ દ્રારા આપ રિંકલની સમસ્યાને પણ દૂર કરી શકો છો અને ત્વચા પર કસાવ લાવી શકો છો.