જો આપ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવા માંગતા હો અને બીમારી રક્ષણ મેળવવા માંગતા હો તો કેટલીક ચીજોનું સેવન તાત્કાલિક બંધ કરી દેવું જોઇએ. એવી કેટલાક ફૂડ છે, જે આપની ઇમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે.
2/6
કોલ્ડડ્રિન્કને ગરમી કે ઠંડી દરેક સિઝનમાં અવોઇડ કરો,. કોલ્ડડ્રિન્ક આપની ઇમ્યૂન સિસ્ટમ પર ખૂબ જ નેગેટિવ પ્રભાવ પાડે છે. સોડા અને આ ફ્રિઝી ડિન્કસ ખાંડથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ભરપૂર માત્રામાં હોય છે. જે વજન વધારવાની સાથે ઇમ્યુયન સિસ્ટમને નબળી પાડે દે છે.
3/6
જો આપ ફ્રાઇડ ફૂડ વધુ પસંદ કરતા હો તો તે આપની ઇમ્યૂન સિસ્ટમ માટે ખતરનાક સાબિત થાય છે. ફ્રાઇડ ફૂડમાં ફેટની માત્રા વધુ હોય છે, જે ઇમ્યુયન સિસ્ટમને નબળી પાડી દે છે.
4/6
પેકેટ ફૂડ અને પ્રિઝર્વેટિવ્સ ફૂડને પણ સદંતર બંધ કરવું હિતાવહ છે.આ ફૂડ ફેટ વધારે છે. જેના કારણે વજન વધે છે. પ્રિઝર્વેટિવ યુક્ત ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઊંઘમાં ખલેલ પહોંચાડશે અને ઇમ્યુન સિસ્ટમને બ્રેક કરે છે.
5/6
જો આપ વધુ સ્વીટ ખાવાના શોખિન હો તો આપને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. વ્હાઇટ શુગર અથવા રિફાઇન્ડ શુગરને ઇમ્યુનિટીને ખતરનાક માનવામાં આવે છે. જે કેન્ડી, ચોકલેટ, કેક, બિસ્કિટસ, ટામટો કેચઅપમાં ઉપયોગ થાય છે.
6/6
બેકરીનો સામાન વધુ રિફાઇન્ડ લોટનો ઉપયોગ થાય છે. જેમાં ગ્લૂટન, ફેટ અને કેલેરીની માત્રા વધુ હોય છે. તેમાં મોટાભાગે કુકીઝ, કેક, પેસ્ટ્રી વગેરેમાં મેંદો, ખાંડ વધુ હોય છે,. જે રોગપ્રતિકારક શક્તિને ડેમેજ કરે છે.