શોધખોળ કરો
Ahmedabad : પહેલા જ વરસાદમાં શહેરની કેવી થઈ ગઈ હાલત, જુઓ તસવીરો
તસવીરઃ અંડરપાસમાં ભરાયા પાણી.
1/5

અમદાવાદઃ બુધવારે પડેલા વરસાદે ખોલી પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ. શહેરના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારમાં ઠેર ઠેર વૃક્ષ પડવાની અને પાણી ભરાઈ રહેવાની સમસ્યા. વૃક્ષના ટ્રીમીંગ અને ભયજનક વૃક્ષ ઉતારવા માટે બજેટમાંથી 5 થઈ 6 કરોડ ખર્ચાય છે અને શહેરમાં રોડ ઉપરના પેચવર્ક અને ભુવાના સમારકામ માટે અંદાજે 15 થી 20 કરોડનો ખર્ચ થતો હોય છે.
2/5

બુધવારથી અમદાવાદમાં સત્તાવાર ચોમાસાનું આગમન થયું. આ તરફ પહેલા વરસાદે જ શહેરમાં પ્રિ મોન્સૂનનો પ્લાન ખુલ્લો પાડી દીધો. ક્યાંક વૃક્ષ ધરાશાયી થવાના તો ક્યાંક રોડ ઉપર પાણી ભરાઈ જવાની સ્થિતિનો નવ કલાક બાદ પણ ઉકેલ ન આવ્યો. ABP અસ્મિતાએ અમદાવાદના માણેકબાગ, પરિમલ ગાર્ડન રખિયાલ બાપુનગર વિસ્તારમાં વરસાદની સ્થિતિ અંગે ચકાસણી કરી.
Published at : 17 Jun 2021 11:21 AM (IST)
આગળ જુઓ





















