શોધખોળ કરો
Amrut Bharat Station Yojana: ગુજરાતમાં કેટલા રેલવે સ્ટેશન અને રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજને અપાયા નવા રૂપરંગ? જાણો વિગત
પીએમ મોદીએ આજે દેશને ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ કાયાકલ્પ અને ૧૫૦૦ જેટલા ROB-RUBના વિકાસ કામો સહિત અનેક રેલ પરિયોજનાઓની ભેટ આપી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનેથી સહભાગી થયા હતા

રેલવે ઓવરબ્રિજની ફાઈલ તસવીર
1/7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરના ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ અને ૧૫૦૦ ઉપરાંત રેલ્વે અંડરબ્રિજ-ઓવરબ્રિજના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા રિ-ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરાવ્યા હતા.
2/7

ગુજરાતના ૪૬ રેલ્વે સ્ટેશન્સ અને ૧૩૦ જેટલા અંડરબ્રિજ-ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલો છે.
3/7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રેલ્વે સ્ટેશને યોજાયેલા સમારોહમાં સહભાગી થયા હતા. અમદાવાદ રેલ્વે સ્ટેશનના રૂ. ૨,૩૭૯ કરોડના રિ-ડેવલપમેન્ટના
4/7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને મળેલા રેલ સેવાના વિવિધ કામોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ૨૦૧૪ સુધીમાં દર વર્ષે ગુજરાતને કેન્દ્ર સરકાર સરેરાશ ૫૦૦-૬૦૦ કરોડ રૂપિયા ફાળવતી હતી. ૨૦૧૪ પછી ગુજરાતને રેલ્વેની માળખાકીય સુવિધાના વિસ્તરણનો વ્યાપક લાભ મળ્યો છે અને રાજ્યમાં રૂ. ૧૭,૭૦૦ કરોડના ૪૮ રેલ્વે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે.
5/7

મુખ્યમંત્રીએ પાછલા નવ વર્ષમાં રેલ્વે લાઈનના ઈલેક્ટ્રીફીકેશન, રેલ્વે ટ્રેક ડબલીંગ અને ગેજ કન્વર્ઝનના થયેલા અનેક કામોની વિગતો આપી હતી.
6/7

રેલ વિભાગ દ્વારા આયોજિત વિકસિત ભારત ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનવામાં આવ્યા હતા.
7/7

image 6આ પ્રસંગે સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય કૌશિકભાઇ તથા અમદાવાદ રેલ્વે મંડળના ડી.આર.એમ. સુધીરકુમાર શર્માએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા અને અમદાવાદ તથા ગુજરાતને મળી રહેલી આ વિકાસ ભેટને વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની દિશા સમાન ગણાવ્યા હતા.
Published at : 26 Feb 2024 07:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
