શોધખોળ કરો
Gujarat Rain: રાજ્યમાં બે સિસ્ટમ થઈ સક્રિય, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે
Gujarat Monsoon: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. આ બંને સ્થળોએ હાલ ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/7

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે.
2/7

23મી જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે.
3/7

24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે.
4/7

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
5/7

રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. અત્યાર સુધી ગુજરાતમાં પાંચ ટકા વધુ વરસાદ પડ્યો છે.
6/7

સૌરાષ્ટ્રમાં 40% વધુ વરસાદ છે, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં 20% વરસાદની ઘટ છે.
7/7

તમામ તસવીર સૌજન્યઃ @IMDAHMEDABAD
Published at : 22 Jul 2024 04:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
