શોધખોળ કરો
Ahmedabad Rains: 48 કલાક થવા છતાં નથી ઓસર્યા વરસાદી પાણી, જુઓ તસવીરો
અમદાવાદમાં વરસાદ બાદનું દ્રશ્ય
1/6

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ વીતેલા 48 કલાકના સમયમાં સમગ્ર શહેરમાં અત્ર-તત્ર- સર્વત્ર વરસાદે વેરેલી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી
2/6

અમદાવાદના બોપલ વિસ્તારમાં ભગવતી કૃપામાં હજુ પણ ઘુટણ સમા પાણી ભરાયેલા છે. બે દિવસથી અહીંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
3/6

અહીં રહેતા લોકોના કહેવા મુજબ ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે સગા સંબંધીઓ ટિફિન પહોંચાડી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરે હજુ સુધી તેમના માટે કોઈ સુવિધા ઉભી કરી નથી.
4/6

મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી મોનસુનને લઈ કરવામાં આવેલી કામગીરી અને એ સંદર્ભમાં તંત્ર તરફથી કરવામાં આવેલી તૈયારીઓ બાદ પણ કયાંકને કયાંક વરસાદી તાંડવને કારણે તંત્રના હાથ ટૂંકા પડયા હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે.
5/6

રાજ્યમાં આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
6/6

રાજ્યમાં આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે.
Published at : 12 Jul 2022 10:27 AM (IST)
આગળ જુઓ





















