શોધખોળ કરો
PAN- Aadhaar Link: શું તમારું PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે, જાણો તેને ચેક કરવાની સરળ રીત
PAN Link With Aadhaar: જો તમે હજુ સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમે 1000નો દંડ ભરીને તેને લિંક કરી શકો છો.

પ્રતિકાત્મક તસવીર
1/6

આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો કોઈ વ્યક્તિ આ પહેલા તેના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ નિષ્ક્રિય ગણવામાં આવશે. 31 માર્ચ સુધીમાં 1000 રૂપિયાનો દંડ જમા કરાવીને આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરી શકાશે.
2/6

આવકવેરા વિભાગ દ્વારા એવી માહિતી પણ આપવામાં આવી છે કે 31 માર્ચ પહેલા દરેકે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું પડશે. જો આ લિંક નહીં હોય તો તમે પાન કાર્ડ સંબંધિત સુવિધાઓનો લાભ મેળવી શકશો નહીં. ઉપરાંત, ITR અને TDSનો દાવો કરી શકાતો નથી.
3/6

આવકવેરા વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ તમામ પાન કાર્ડ ધારકો માટે તે ફરજિયાત છે. જે PAN ધારકોએ આધાર કાર્ડને લિંક નથી કરાવ્યું, તે બને તેટલું જલદી કરાવો. ચાલો જાણીએ કે જો PAN કાર્ડને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો શું થશે.
4/6

ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે જો કોઈ યૂઝર 31 માર્ચ 2023 સુધીમાં PAN ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો તેનું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. મતલબ કે તમે પાન કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં, તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
5/6

જો તમને ખબર નથી કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, તો તમે આ રીતે ચેક કરી શકો છો. આ માટે તમારે આવકવેરા વિભાગની વેબસાઈટ incometax.gov.in પર જવું પડશે. હવે 'Link Aadhaar Status' વિકલ્પ શોધો.
6/6

આધાર સ્ટેટસ લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવી વિન્ડો ખુલશે. હવે તમે 'View Link Aadhaar Status' પર ક્લિક કરો. જો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમારા ડિસ્પ્લે પર એક મેસેજ દેખાશે. જો કોઈ લિંક નથી, તો તમે પાન કાર્ડ અને આધારની વિગતો ભરીને તેને લિંક કરી શકો છો.
Published at : 28 Dec 2022 06:36 AM (IST)
View More
Advertisement