શોધખોળ કરો
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Wage Ceiling: હાલમાં વેજ સીલિંગની મર્યાદા 15000 રૂપિયા છે, આવનારા સમયમાં તેને વધારીને 25000 રૂપિયા સુધી કરવામાં આવી શકે છે. જો આમાં ફેરફાર થશે તો 10 વર્ષ પછી થશે.
EPFO News: જો તમે પણ નોકરી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, આ વખતના યુનિયન બજેટ (Union Budget) પછી તમારા પગારમાંથી કપાતો પ્રોવિડન્ટ ફંડ (PF) વધી શકે છે.
1/7

સીએનબીસીમાં પ્રકાશિત સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોવિડન્ટ ફંડ (PF) માટે પગારની મહત્તમ મર્યાદા વધારવામાં આવી શકે છે. આ વખતના યુનિયન બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં વેજ સીલિંગ (Wage Ceiling) વધારવા અંગે જાહેરાત કરી શકે છે.
2/7

તમને જણાવી દઈએ કે હાલમાં પ્રોવિડન્ટ ફંડ માટે વેજ સીલિંગ 15,000 રૂપિયા છે. આ અગાઉ તેમાં 1 સપ્ટેમ્બર 2014માં ફેરફાર કરવામાં આવ્યો હતો, તે સમયે તેને 6500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસોમાં તેને 15000થી વધારીને 25000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
Published at : 03 Jul 2024 08:34 AM (IST)
આગળ જુઓ





















