શોધખોળ કરો
Ayushman Card:આયુષ્માન કાર્ડથી આ બીમારીનો થાય છે પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત ઇલાજ, કાર્ડ મેળવવાની પ્રોસેસ જાણો
આજકાલ આ રોગની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રોસેસ સમજી લો.
પ્રતીકાત્મક તસવીર (ગૂગલમાંથી)
1/8

Ayushman Bharat Card: આજકાલ આ રોગની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રોસેસ સમજી લો.
2/8

આ યોજના માટે અરજી કરવા માટે, તેની ઓફિશિયલ વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગિન કરો.
3/8

તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને અહીં દાખલ કરો.
4/8

તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પછી તમે રાજ્ય પસંદ કરો. નામ, મોબાઈલ નંબર, રેશનકાર્ડ અને અન્ય વિગતો ભરો.
5/8

તમે જમણી બાજુએ ફેમિલી મેમ્બરમાં ટેબ કરો અને તમામ લાભાર્થીઓના નામ ઉમેરો.
6/8

સબમિટ કરો. સરકાર તમને આયુષ્માન કાર્ડ આપશે. આ પછી તમે તેને ડાઉનલોડ કરીને પછી ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.
7/8

આ યોજના હેઠળ, હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં, કોરોના, કેન્સર, કિડની રોગ, હૃદયરોગ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ડાયાલિસિસ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, વંધ્યત્વ, મોતિયા અને અન્ય ચિન્હિત ગંભીર બીમારીની સારવાર આપવામાં આવે છે.
8/8

આયુષ્માન કાર્ડ હેઠળ 59 ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવે છે, જેમાં બ્લડ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે સહિતના તમામ મહત્વના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ દ્વારા મેલેરિયા તાવ, HIV, ગર્ભાશયની સર્જરી, મોતિયા, સારણગાંઠ, પાઈલ્સ, હૃદયરોગ અને ટીવી જેવા રોગોની સારવાર આ તમામ સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.
Published at : 02 Dec 2023 08:06 AM (IST)
આગળ જુઓ





















