શોધખોળ કરો
Cyclone Tauktae થી રાજ્યભરમાં તબાહી, જુઓ તસવીરો
તસવીર સૌજન્યઃ એએનઆઈ
1/9

તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધું છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે.
2/9

જ્યાંથી વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદમાં અસંખ્ય મકાનોના છાપરા ઉડી ગયા છે. ઉપરાંત વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે.
3/9

વાવાઝોડાની સૌથી વધુ અસર અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાંથી સામે આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો છે.
4/9

સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. અહીં એક લકઝુરિયસ કાર પર પતરા ઉડીને પડતા તેની નીચે દટાઈ ગઈ હતી.
5/9

સાવરકુંડલાના નાના ભમોદ્રા ગામમાં અનેક લોકોના ઘર, વાડામાંથી પતરા ઉડી ગયા હતા. જોકે કોઈ જાનહાની થઈ નથી.
6/9

રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
7/9

સૌરાષ્ટ્રના દરેક ગામ, શહેરોમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે.
8/9

વાવાઝોડાના કારણે લોકોને મોટું નુકસાન થયું છે. કોરોના કારણે વેપાર ધંધા બંધ છે ત્યાં આ નવી આફતથી લોકોની મુશ્કેલી વધી છે.
9/9

સૌરાષ્ટ્રમાંથી જ્યાં પણ વાવાઝોડું પસાર થયું ત્યાં મોટું નુકસાન થયું છે.
Published at : 18 May 2021 10:31 AM (IST)
આગળ જુઓ
Advertisement