શોધખોળ કરો
Flood: રાજ્યમાં પૂરની સ્થિતિને લઇને આર્મી સતર્ક, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રાજ્યમાં પૂરની સ્થિતિને લઈ કેન્દ્ર સરકારની સતર્કતા અને રાજ્યના પડખે રહેવાના અભિગમના કારણે આપત્તિના સમયે પીડિતોને સહાય પહોંચી રહી છે.આર્મીએ રાજ્યના પૂર પીડિતો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.
ફોટોઃ abp asmita
1/6

રાજ્યમાં પૂરની સ્થિતિને લઈ કેન્દ્ર સરકારની સતર્કતા અને રાજ્યના પડખે રહેવાના અભિગમના કારણે આપત્તિના સમયે પીડિતોને સહાય પહોંચી રહી છે.આર્મીએ રાજ્યના પૂર પીડિતો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. પૂર પીડિતો આર્મીની ટીમના હેલ્પલાઈન નંબર 079-23201507 પર મદદ માટે સંપર્ક કરી શકે છે. રાજ્યની અંદર આર્મીની છ જેટલી કોલમોને તૈનાત કરાઇ છે. ગાંધીનગર મિલેટ્રી સ્ટેશનથી સ્થિતિ પર નજર રાખી સ્થાનિક પ્રશાસનની વિનંતી પ્રમાણે આર્મીની ટીમોને તૈનાત કરાઈ રહી છે.
2/6

વડોદરાની સ્થિતિ અત્યંત ખરાબ છે ત્યારે આર્મીની ત્રણ કોલમને ત્યાં મોકલવામાં આવી રહી છે. તો આર્મીની એક કોલમને મોરબી અને આણંદ અને ખેડામાં આર્મીની બે બે કોલમને ડેપ્યુટ કરાઈ છે. સાથે જ આર્મીની આ ટીમ બચાવ રાહતના આધુનિક ઉપકરણો, જરૂરી દવાઓ, મેડિકલની ટીમ સાથે પહોંચી રહી છે.
Published at : 28 Aug 2024 01:08 PM (IST)
આગળ જુઓ





















