શોધખોળ કરો
ગુજરાતમાં આવતીકાલે 5 જિલ્લામાં મેઘરાજા ધૂમ મચાવશે: 22 જૂને 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ!
Gujarat rain forecast: દક્ષિણ ગુજરાત અને બનાસકાંઠામાં આજે પણ ભારે વરસાદની શક્યતા; આગામી દિવસોમાં રાજ્યભરમાં મેઘમહેર.
Tomorrow Gujarat rain forecast: ગુજરાતમાં ચોમાસાનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની વિસ્તૃત આગાહી જાહેર કરી છે, જેમાં ખાસ કરીને 22 જૂનના રોજ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
1/5

આવતીકાલે 21 જૂનનો વરસાદ: આવતીકાલે, 21 જૂન, ના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે, 20 જૂનના રોજ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે.
2/5

22 જૂને ગુજરાતમાં મેઘતાંડવ: 22 જૂનનો દિવસ ગુજરાત માટે સૌથી વધુ વરસાદી રહેવાની શક્યતા છે. આ દિવસે રાજ્યના કુલ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસવાનું અનુમાન છે. આ ઉપરાંત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
Published at : 20 Jun 2025 07:01 PM (IST)
આગળ જુઓ





















