શોધખોળ કરો
આવતીકાલે 16 જિલ્લામાં કરા સાથે ભારે વરસાદ તૂટી પડશે, યલો એલર્ટ જાહેર, ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાનમાં પલટો, કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા, ૮ મે સુધી વરસાદ વરસી શકે.
Gujarat weather alert: ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જે રાજ્યના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ, કરા અને ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેને કારણે આગામી પાંચ દિવસ ખેડૂતો માટે અતિભારે રહી શકે છે.
1/6

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના હવામાનમાં આ ફેરફાર જોવા મળશે. આજે (૪ મે, ૨૦૨૫) રાજ્યના ૧૬ જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ૧૭ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/6

આવતીકાલે (૫ મે) ક્યાં ક્યાં માવઠાની શક્યતા? - હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે એટલે કે પાંચ મેના રોજ સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને કરાની સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.
Published at : 04 May 2025 04:28 PM (IST)
આગળ જુઓ





















