શોધખોળ કરો
Gujarat Rain: આવતીકાલે ૧૫ જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે વરસાદ વરસશે; હવામાન વિભાગની મોટી આગાહી
Rain Alert: દરિયામાં સિસ્ટમ સક્રિય થઈ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જેના કારણે રાજ્યભરમાં વરસાદ વરસશે, ૨૧ મે બાદ વરસાદની ગતિ વધશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં આગાહી
Gujarat Weather: ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદનો દોર હજુ લંબાશે તેમ જણાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા અને ભારે કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેશે. આ વરસાદ દરિયામાં સક્રિય થઈ રહેલી એક સિસ્ટમને કારણે આવશે, જે વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે.
1/5

આવતીકાલે (૨૦ મે) રાજ્યના ૧૫ જિલ્લા અને સંઘ પ્રદેશોમાં વરસાદની આગાહી: હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતીકાલે, ૨૦ મે, ૨૦૨૫ ના રોજ રાજ્યના ૧૫ જિલ્લા અને ત્રણેય સંઘ પ્રદેશોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. વિસ્તારવાર આગાહી નીચે મુજબ છે:
2/5

હળવાથી મધ્યમ વરસાદ: સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ: મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
Published at : 19 May 2025 06:28 PM (IST)
આગળ જુઓ





















