શોધખોળ કરો
ગુજરાતમાં વધુ 7 દિવસ વરસાદની આગાહી: કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ; કાલે સાત જિલ્લામાં ભુક્કા બોલાવશે
Gujarat Rain Alert: ખંભાતના અખાત નજીક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના તમામ બંદરો પર LCS-3 નંબરનું સિગ્નલ લગાવી દીધું છે અને માછીમારોને ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપી છે.
1/5

Rain Alert: અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આવતીકાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લા અને કચ્છ સહિત 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સંઘ પ્રદેશ દીવનો પણ સમાવેશ થાય છે.
2/5

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખંભાતના અખાત નજીક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જેણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર લાવ્યો છે. દરિયાકાંઠાની આગાહી: સિસ્ટમની મજબૂતીના કારણે રાજ્યના તમામ બંદરો પર LCS-3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, જેનો અર્થ છે કે માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ન ખેડવા સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે. વરસાદનો સમયગાળો: આ સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં હજી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે.
Published at : 30 Sep 2025 06:05 PM (IST)
આગળ જુઓ
Advertisement





















