શોધખોળ કરો
આ ગરમી મારી નાંખશે! 46 ડિગ્રીએ ગુજરાત બન્યું અગનભઠ્ઠી, ગુજરાતના છ શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર
રાત્રે પણ ગરમ પવનોના કારણે પરિસ્થિતિ કફોડી બની છે. રાજ્યના 12થી વધુ શહેરોમાં હીટવેવની આગાહી. આઠ દિવસથી થઈ રહેલી 'અગન વર્ષા' હજુ પાંચ દિવસ ચાલુ રહેશે.
અમદાવાદમાં ગઈકાલે આકરી ગરમી કહી શકાય તેટલી સીઝનની રેકોર્ડબ્રેક ૪૫.૯ ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ગુજરાતમાં ગઈકાલે હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ ૪૬.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે અને ગુજરાતના ૧૨થી વધુ શહેરોમાં હિટવેવની અસર છે. અમદાવાદમાં તો રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરમ પવનને લીધે લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે.
1/5

અમદાવાદમાં ગઈકાલે સીઝનની હાઈએસ્ટ ૪૫.૯ ડિગ્રી ગરમી નોંધાઈ છે અને અમદાવાદ હિટવેવનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.અમદાવાદમાં ૪૬ ડિગ્રી કહી શકાય તેટલી અતિ અતિશય ગરમીથી લોકો માટે રોજિંદી કામગીરી હવે ખૂબ જ મુશ્કેલી બની રહી છે. બપોરના સમયે લોકો હવે કામ સીવાય ઘરની બહાર નીકળતા જ નથી અને માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે.
2/5

અમદાવાદમાં છેલ્લા દસ વર્ષની ગરમીની વાત કરીએ તો છેલ્લે ૨૦૧૬માં ૨૦મીમેએ હાઈએસ્ટ ૪૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી તેમજ ૨૦૨૨માં ૧૧મીએ ૪૫.૯૮ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને જે પછી આજનું સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૫.૯ નોંધાયુ છે.
Published at : 23 May 2024 06:56 AM (IST)
આગળ જુઓ





















