શોધખોળ કરો
ધોધમાર વરસાદથી નખત્રાણામાં જળબંબાકાર, બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા
ધોધમાર વરસાદથી નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મૂશળધાર વરસાદથી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભૂજ-નખત્રાણા-લખપત હાઈવે જળમગ્ન થતા બંન્ને બાજુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ધોધમાર વરસાદથી નખત્રાણામાં જળબંબાકાર
1/5

ધોધમાર વરસાદથી નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મૂશળધાર વરસાદથી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભૂજ-નખત્રાણા-લખપત હાઈવે જળમગ્ન થતા બંન્ને બાજુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
2/5

નખત્રાણાના સુખપર રોહા ગામની બજારોમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતું. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી પાણીનો રસ્તો ગામમાંથી પસાર થતો હોવાથી બજારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી તો અબડાસાના સાયધણજર અને રેલડીયા મંજર વચ્ચે કોઝ વેની કામગીરી ચાલતી હોવાથી રસ્તો બંધ થયો હતો. વરસાદી પાણી ફરી વળતા લોકો અટવાયા હતા.
Published at : 05 Jul 2025 09:29 AM (IST)
આગળ જુઓ





















