શોધખોળ કરો
Gujarat Rain Alert: આગામી 24 કલાક રાજ્ય માટે ભારે: અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, તમામ 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અનેક સતર્કતાના પગલાં લીધા છે.

Gujarat Weather: મુખ્યમંત્રીએ આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આવતીકાલે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવશે.
1/6

વધુમાં, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવા સૂચના આપી છે.
2/6

કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાતની આ પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે. સરકારે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.
3/6

હાલના વરસાદના રાઉન્ડ સાથે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવે સરેરાશ વાર્ષિક વરસાદના 105 ટકાથી વધુ વરસાદ થયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે.
4/6

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં તેમના સરેરાશ વાર્ષિક વરસાદના 100 ટકાથી વધુ પ્રાપ્ત થયા છે. SEOCના આંકડાઓ દર્શાવે છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં અન્ય તમામ જિલ્લાઓમાં સરેરાશ વાર્ષિક વરસાદના 50 ટકાથી વધુ નોંધાયા છે.
5/6

સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો, જેના કારણે નવસારી અને વલસાડ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અધિકારીઓને સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા.
6/6

હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
Published at : 26 Aug 2024 06:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
