શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Gujarat Rain: ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું

પ્રતિકાત્મક તસવીર
1/8

અમદાવાદ: રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/8

જેમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડની સાથે છોટા ઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3/8

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતુ હોય છે. જ્યાં આઠ ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે.
4/8

આ તરફ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
5/8

વડોદરા, ભરૂચ, નર્મદા,તાપી,ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
6/8

ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
7/8

આ સિવાય કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
8/8

યલો એલર્ટ એટલે આ જિલ્લામાં અઢીથી સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Published at : 16 Jul 2024 11:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
સ્પોર્ટ્સ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
