શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
Gujarat Rain: સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
2/7

અમદાવાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું અનુમાન છે.
3/7

દમણ, દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વડોદરા અને ભરુચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
4/7

3 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોનસૂન ટ્રફ, ઑફસોર ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે.
5/7

દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
6/7

દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
7/7

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 45થી 50 કિમી રહેશે.
Published at : 24 Aug 2024 01:47 PM (IST)
આગળ જુઓ
Advertisement





















